બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સની પેનલ્ટીમાંથી મળશે છૂટકારો ?

બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સની પેનલ્ટીમાંથી મળશે છૂટકારો ?
નવીદિલ્હી, તા.24: બેન્ક ખાતામાં ન્યુનતમ રાશિ જમા ન હોય તો અત્યારે ખાતાધારકો પાસેથી બેન્કો દ્વારા દંડ પેટે શુલ્કની વસૂલાત કરવામાં આવે છે. જો કે આવનારા સમયમાં આમાં મોટી રાહત મળશે અને મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ આવશ્યકતા નહીં રહે.
નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ દ્વારા આ સંબંધે આપવામાં આવેલા મહત્ત્વનાં નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મિનિમમ બેલેન્સ અને તે ન જળવાય તો દંડનો નિયમ સમાપ્ત કરવાનો નિર્ણય કરી શકે છે. તેમણે કહ્યું કે, બેન્ક એક સ્વતંત્ર એક હોય છે અને તેનું સંચાલન આ અંગે નિર્ણય કરી શકે છે.  તેમને પત્રકારો દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર બેન્કોને મિનિમમ બેલેન્સના નિયમમાં રાહત આપવા માટે કોઈ સૂચના કે નિર્દેશ આપવાની છે ? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ અંગેનો નિર્ણય બેન્કો દ્વારા જ કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust