નેપાળની જમીન પચાવી રહ્યું છે ચીન : મંદિરોમાં પ્રવેશબંધી

નેપાળની જમીન પચાવી રહ્યું છે ચીન : મંદિરોમાં પ્રવેશબંધી
‘સલામી સ્લાઈસિંગ’ રણનીતિ હેઠળ નાના નાના અભિયાન હેઠળ જમીન કબજે થઈ
નવી દિલ્હી, તા. 24 : નેપાળની ઉત્તરી સરહદ ઉપર ચીને 10 સ્થળોએ 36 હેક્ટર જમીન ઉપર કબજો કરી લીધો છે. જાણકારો આ બનાવને ચીનની ‘સલામી સ્લાઈસિંગ’નું પરિણામ બતાવી રહ્યા છે. ચીન ‘સલામી સ્લાઈસિંગનીતિ’નો ઉપયોગબીજા દેશની જમીન પચાવી પાડવા માટે કરે છે. ભારત સાથે ચીનનો સરહદ વિવાદ જગ જાહેર છે. જો કે હવે નેપાળની જમીન પણ પચાવી રહ્યું છે. નેપાળી કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સર્વે દસ્તાવેજ પ્રમાણે મુજબ ચીને ઉત્તરી સીમા ઉપર 10 જગ્યાએ 36 હેક્ટર જમીન ઉપર કબજો કરી લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે સરહદના મુદ્દાને નેપાળની ‘રાજ્ય નીતિ’મા સામેલ કરવો જરૂરી છે.  વર્તમાન સમયે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઉપર નેપાળની પાસે લાલુંગજોંગ સરહદે જાસુસીનો પણ આરોપ છે. નેપાળી કિસાનોને પશુઓ ચરાવવા માટેના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છેલતેમજ ચીન દ્વારા સરહદી ક્ષેત્રમાં હિંદૂ અને બૌદ્ધ મંદિરો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચીની અતિક્રમણ નેપાળના 15 જીલ્લામાં ચાલી રહ્યું છે. દાર્ચુલા અને ગોરખાના અમુક ગામોને પણ ચીને પોતાના કબજામાં લઈ લીધા છે. 2020મા ચીને હુમલા જીલ્લામાં સરહદ ઉપર 11 ઈમારતો પણ ઉભી કરી હતી.
સલામી સ્લાઈસિંગ રણનીતિ ચીનની એક ચાલ છે. જેમાં ચીન મોટી કાર્યવાહીને અંજામ આપવાને બદલે નાની નાની કાર્યવાહી કરે છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો નાના નાના સૈન્ય ઓપરેશન ચલાવીને કોઈ મોટા વિસ્તારમાં કબજો કરી લેવામાં આવે છે. આ ઓપરેશન એટલા નાના હોય છે કે તેનાથી યુદ્ધની આશંકા ઉભી થતી નથી. જો કે પાડોસી દેશ માટે મુશ્કેલ બને છે કે આ ચાલનો જવાબ કેવી રીતે આપવો. બીજી તરફ વિશ્વ સમૂદાય અને ખુદ નેપાળ ચીનની ચાલને સમજી શક્યા નથી. ચીનની આર્મીએ 2016મા નેપાળના એક જીલ્લામાં પશુપાલન માટે ચિકિત્સા કેન્દ્ર બનાવ્યું હતું. જો કે નેપાળે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. બીજી તરફ 2022ના એક રિપોર્ટમાં ચીને આરોપ  મુક્યો હતો કે નેપાળે તેની જમીન પચાવી પાડી છે.
 

© 2022 Saurashtra Trust