24 કલાકમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેમ? : સુપ્રીમ

24 કલાકમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેમ? : સુપ્રીમ
સરકારના જવાબથી સર્વોચ્ચ અદાલત અસંતુષ્ટ : ફેંસલો સુરક્ષિત; પક્ષકારો પાસે પાંચ દિવસમાં જવાબ માગ્યો
શું દરેક મામલામાં જવાબ આપવો પડશે ? : કેન્દ્ર
નવી દિલ્હી, તા. 24 : માત્ર ર4 કલાકના ટૂંકા ગાળામાં ચૂંટણી કમિશનરની કરવામાં આવેલી નિયુક્તિ મામલે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. સુપ્રીમે કેન્દ્રના જવાબ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે તો કેન્દ્રએ સુપ્રીમની દસ્તાવેજની માગ સામે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂકની અસલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી હતી. કેન્દ્ર વતી એટોર્ની જનરલે સુપ્રીમને કહ્યંy કે જો તમે દરેક પગલાં પર શંકા કરવાનું શરુ કરશો તો સંસ્થાની અખંડતા, સ્વતંત્રતા અને જાહેર ધારણાં પર અસર થશે. શું કાર્યપાલિકાએ દરેક મામલામાં જવાબ આપવો પડશે ?
સર્વોચ્ચ અદાલતે સવાલ કર્યો હતો કે, માત્ર 24 કલાકમાં જ ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયા કેમ પૂરી થઇ ગઇ ? કયા આધારે કાયદા મંત્રીએ ચાર નામ શોર્ટલિસ્ટ કર્યા ? જેના પર સરકારે બચાવ કર્યો કે નિર્ધારિત નિયમો, પ્રક્રિયા હેઠળ નિયુક્તિ કરાઈ છે. જો કે સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ નથી. જસ્ટિસ જોસેફે કહ્યંy કે, એ જ દિવસે પ્રક્રિયા, એ જ દિવસે મંજૂરી, એ જ દિવસે આવેદન, એ જ દિવસે નિયુક્તિ. ર4 કલાક પણ ફાઈલ ચાલી નથી. વીજળીની ઝડપે કામ થયું છે. આ કેવું મૂલ્યાંકન છે ? સવાલ તેમની યોગ્યતા પર નથી. અમે નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઊઠાવી રહ્યા છીએ. બંધારણીય પીઠ સામે લાંબી દલીલના અંતે ન્યાયમૂર્તિઓ કે.એમ. જોસેફ, અજય રસ્તોગી, અનિરૂદ્ધ બોસ, હૃષિકેશ રોય અને સી.ટી. રવિકુમારની ખંડપીઠે ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. બંધારણીય ખંડપીઠે તમામ પક્ષકારોને લેખિતમાં દલીલો આપવા માટે પાંચ દિવસની મુદત આપી હતી.  સુનાવણી દરમ્યાન અદાલતના સવાલોના જવાબ પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, નિયત થયેલા નિયમો હેઠળ જ નિયુક્તિ કરાઇ છે. જો કે, નિયુકિતની પ્રક્રિયા પર સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ થઇ નથી. પાંચ દિવસની મુદત અપાઇ છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક પદ્ધતિથી નિમણૂક માટે એક સ્વતંત્ર પેનલ રચવી કે નહીં. કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ  જણાવ્યું હતું કે, કાયદા મંત્રાલય જ સંભવિત ઉમેદવારોની યાદી બનાવે છે. ત્યાર બાદ સૌથી યોગ્ય ઉમેદવાર પસંદ કરાય છે. આ પ્રક્રિયામાં ખુદ વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે.

© 2022 Saurashtra Trust