મુન્દ્રા સેઝ ખાતેથી રૂ. 77 કરોડનો બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 24: મુંદ્રા સેઝ ખાતેથી રૂ.77 કરોડનો બ્રાન્ડેડ કોસ્મેટિક્સનો જથ્થો ડીઆરઆઇએ જપ્ત કર્યો હતો.
 ગુજરાત ડીઆરઆઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ચાઇનાથી એપીએસઇઝેડ મુન્દ્રા માટે નિર્ધારિત કન્ટેનરને ખોટી રીતે જાહેર કરેલ/િનષેધ માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન ‘વેનિટી કેસ’ના 773 પેકેજો નીકળ્યા હતા અને તેને જપ્ત કરવામાં આવ્યા હતા. બ્રાન્ડેડ કોસ્મેટિક્સની બજાર કિંમત અંદાજે રૂ. 77 કરોડ છે. 
વિગતવાર તપાસ પર, એવું જાણવા મળ્યું કે પ્રારંભિક કેટલીક હરોળમાં જાહેર કરાયેલ માલનો સમાવેશ થાય છે અને તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન, જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છૂપાયેલા મળી આવ્યા હતા. વિવિધ બ્રાન્ડ જેવી કે મેક, નાર્સ, લોરિયલ, લૌરા મર્સિયર, મેબેલાઈન અને મેટ્રિક્સના લિપગ્લોસ, હેર કન્ડિશનર, લિક્વિડ આઈલાઈનર, બ્યુટી ઓઈલ અને ક્રિમ વગેરે જપ્ત કરાયા. કસ્ટમ્સ એક્ટનું ઉલ્લંઘન કરતો માલસામાન મળી આવ્યો હોવાથી કન્સાઈનમેન્ટની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડીઆરઆઈએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી છે. તદુપરાંત, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં ડીઆરઆઇ દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.  

© 2022 Saurashtra Trust