શામળાજી નજીક ટ્રકમાંથી 38.40 લાખનો દારૂ ઝડપાયો

વડાપ્રધાન મોદીની સભા સમયે જ સ્ટેટ મોનેટરીંગ સેલ અને શામળાજી પોલીસે  બેટી બચાવો બેટી પઢાવો, ડાક પાર્સલ લખેલ કન્ટેનર અને ટેન્કરમાંથી  દારૂનો જથ્થો પકડી પાડયો
મોડાસા, તા. 24:  અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાનું સંબોધન કરવાના હોવાથી આંતરરાજ્ય સરહદો સહિત ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં જાણે બુટલેગરોને ખાખીનો ખોફ ન હોય તેમ રતનપુર ચેકપોસ્ટ પરથી  દારૂ ઘુસાડવા પ્રયત્નીશીલ બનતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી આશ્રમ નજીક ટ્રકમાંથી રૂ.38.40  લાખનો શરાબ ઝડપી લીધો હતો. બીજી બાજુ સ્ટેટ મોનેટરીંગ સેલના ધામા વચ્ચે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટેન્કરમાંથી 19.40 લાખના  દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો.
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇ-વે નં-8 પર આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી પરપ્રાંતીય બુટલેગરો ટ્રક મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા બે દિવસથી હાઇ-વે પર ધામા નાખ્યા હતા. સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી આશ્રમ ચાર રસ્તા પરથી  દારૂ ભરી પસાર થતા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી સ્ટેટ મોનેટરીંગ સેલે ટ્રકમાંથી રૂ.38.40 લાખનો દારૂ સહીત 48.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને દબોચી લીધો હતો. 
સ્ટેટ મોનેટરીંગ સેલે ટ્રક માંથી મોટી માત્રામાં  દારૂની ખેપનો પર્દાફાશ કરતા શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે શામળાજી પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનેટરીંગ સેલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ
ધરી હતી
ટેન્કરમાંથી દારૂ પકડાયો : અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી  દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ટેન્કરમાં સંતાડેલ  દારૂની 452 પેટી  ઝડપી લીધી હતી. પોલીસે 26.45 લાખથ વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતા. પોલીસે રાજસ્થાનના જાલોર પંથકના  ટેન્કર ચાલક અમિત વીરારામ બિશ્નોઇની ધરપકડ કરી દારૂ અને ટેન્કર મળી કુલ.રૂ.26.45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેન્કરમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન સાચોરના બુટલેગર દિનેશ બિશ્નોઇ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 
 

© 2022 Saurashtra Trust