કોસ્ટારિકા વિરુદ્ધ સ્પેનનો 7-0 ગોલથી ધમાકેદાર વિજય

કોસ્ટારિકા વિરુદ્ધ સ્પેનનો 7-0 ગોલથી ધમાકેદાર વિજય
દોહા, તા.24: સ્ટાર ફોરવર્ડ ખેલાડી ફેરાન ટોરેસના બે ગોલની મદદથી સ્પેનની ટીમે ફીફા વર્લ્ડ કપમાં ગ્રુપ ઇમાં તેના પહેલા મેચમાં કોસ્ટારિકા વિરુદ્ધના મેચમાં 7-0 ગોલથી એકતરફી અને જબરદસ્ત વિજય મેળવ્યો હતો. 2020ની ચેમ્પિયન સ્પેનની ટીમને પૂરા મેચમાં કોસ્ટારિકાની ટીમ ટકક્કર આપી શકી ન હતી. કોસ્ટારિકાનો કોઈ ખેલાડી વિરોધી ટીમના ગોલ પોસ્ટ પર શોટ પણ મારી શક્યો ન હતો. બીજી તરફ સ્પેનની ટીમે 17 શોટ માર્યા હતા. જેમાંથી 7 ગોલમાં પરિણમ્યા હતા. સ્પેનની ફૂટબોલ વિશ્વ કપમાં આ સૌથી મોટી જીત છે. હાફ ટાઇમ સુધીમાં સ્પેન 3-0થી આગળ હતી. બીજા હાફમાં વધુ 4 ગોલ ઝીંકીને કોસ્ટારિકાની ટીમને છિન્નભિન્ન કરી દીધી હતી.
અલ થુમામા સ્ટેડિયમમાં ગઇકાલે રાત્રે રમાયેલા આ મેચમાં સ્પેન તરફથી ફેરાન ટોરેસે 31 અને પ4મી મિનિટે બે ગોલ કર્યા હતા જ્યારે ડેની ઓલ્મો (11મી મિનિટ), માર્કો અસેંસિયો (21મી મિનિટ), યુવા સ્ટ્રાઇકર ગાવી (74મી મિનિટ), કાર્લોસ સોલેર (90 મિનિટ) અને અલ્વારો મોરાટા ( 90 પ્લસ બે મિનિટ)એ 1-1 ગોલ કર્યા હતા.

© 2022 Saurashtra Trust