બહુવિવાહ, નિકાહ હલાલા પર સુનાવણી કરશે સુપ્રીમ

બહુવિવાહ, નિકાહ હલાલા પર સુનાવણી કરશે સુપ્રીમ
મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડનાં વડપણવાળી પીઠની બંધારણીય પીઠ રચવા સહમતી
નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજમાં પ્રચલિત બહુ વિવાહ અને નિકાલ લાલા પર પાબંધીની માંગ કરતી અરજીઓના મામલા પર વિચાર કરવા માટે બંધારણીય ખંડપીઠ રચવાની સહમતી આપી દીધી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણવાળી ખંડપીઠે ગુરુવારે જણાવ્યું હતું કે, આ પ્રથાઓને પડકારતી અરજીઓ ધ્યાને લેવા ખાસ બંધારણીય પીઠ બનાવાશે.
વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર આ નિર્દેશ ટોચની અદાલતે આપ્યો હતો. આ અરજીમાં બહુવિવાહ અને નિકાહ-હલાલા પ્રથાઓને પ્રતિબંધિત કરવાની માંગ     કરાઇ છે.
અરજદાર વકીલ અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજની આ બહુ પ્રચલિત પ્રથાઓ ગેરકાનૂની, ગેરબંધારણીય છે.

© 2022 Saurashtra Trust