વલભીપુરમાં લવ જેહાદનો કિસ્સો વલભીપુરની યુવતીનું સુરતમાંથી વિધર્મી યુવાન અપહરણ કરી ગયો

આજે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર અપાશે
વલભીપુર, તા. 23: વલભીપુરમાં લવ જેહાદ જેવોકિસ્સો બન્યોહતો. મૂળ વલભીપુરની વતની હાલ સુરતમાં રહેતી યુવતીને વલભીપુરનો પરિણીત વિધર્મી યુવાન જાફરશા લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. અપહૃત યુવતી અને અપહરણકારને તાકીદે ઝડપી લેવાની માગણી સાથે આવતીકાલે રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર અપાશે.
આ આવેદનપત્રમાં એવો આક્ષેપ કરાયો હતો કે, અગાઉ  વલભીપુરમાં રહેતા પરિવારની યુવાન પુત્રીની પાછળ તેના જ વિસ્તારમાં રહેતો પરિણીત વિધર્મી યુવાન જાફરશા ખોખર પડી ગયો હતો. આ શખસના કારણે એ પરિવાર વલભીપુરથી હીજરત કરીને સુરત સ્થાય થયો હતો ત્યાં પણ જાફરશા પહોંચી ગયો હતો અને પરિવારની યુવાન પુત્રીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. પાંચ દિવસ પહેલા બનેલી આ ઘટના અંગે સુરત પોલીસમાં જાફરશા દિલાવરશા ખોખર સામે ફરિયાદ પણ થઇ છે. આ ઘટના અંગે પરિવારના સમાજના લોકો દ્વારા અપહૃત યુવતી અને વિધર્મી યુવાનને તાકીદે શોધી કાઢીને યુવતીનો કબજો તેના માતા-પિતાને સોંપવાની માગણી સાથે મુખ્યમંત્રી, ગૃહ રાજ્ય મંત્રી, ભાવનગરના કલેક્ટર પોલીસ અધિક્ષક વગેરે પત્ર પાઠવવામાં આવ્યો છે. આવતીકાલે સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપવાનું આયોજન
કરાયું છે.

© 2022 Saurashtra Trust