ગુંદાળા પાસેથી 21.55 લાખનો દારૂ ઝડપાયો ટ્રકમાં ઘઉંના ભૂંસાની આડમાં દારૂ છૂપાવ્યો’તો

દૂધસાગર રોડ પરથી મમરાના કોથળા હેઠળ છૂપાવેલ રૂ.ર.46 લાખનો દારૂ પકડાયો : ચાલક ફરાર
ચૂંટણી પૂર્વે બુટલેગરો ફરી સક્રિય બન્યા
રાજકોટ, તા.ર3 : આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે બુટલેગરો ફરી સક્રિય બન્યા હોવાના રોજબરોજ કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે હાઈ-વે અને શહેરમાં ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી હોવા છતા દારૂ ભરેલી કાર અને છૂટક છૂટક દારુના જથ્થા પકડાતા હોવાના મુખ્ય સપ્લાયર સુધી પોલીસને પહોંચવામાં કોઈ ગ્રહણ નડતું હોવાના કિસ્સા પણ જગજાહેર છે. ત્યારે ગુંદાળા ગામના પાટિયા પાસેથી પોલીસે રૂ.ર1.પપ લાખની કિંમતના દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઝડપી લીધો હતો. તેમજ દૂધસાગર રોડ પરથી રૂ. ર.46 લાખનો દારૂનો જથ્થો ઝડપી લઈ ચાલક સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ચોટીલા તરફથી દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે એરપોર્ટ પોલીસે ગુંદાળા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.અને દારૂ ભરેલો ટ્રક પસાર થતા ઝડપી લઈ તલાસી લેતા ઘઉંના ભુંસાની આડમાં એક ચોરખાનું બનાવ્યું હોય તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.ર1.પપ લાખની કિંમતની પ3પપ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યે હતો. પોલીસે દારૂ-ટ્રક અને મોબાઈલ, ઘઉંના ભુંસાનો જથ્થો સહિત રૂ.31.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલક રાજસ્થાન પંથકના સાગરામા મુલારામ કડવાસરાને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતનાની રાબેતા મુજબ શોધખોળ શરૂ કરી હતી.
તેમજ ક્રાઈમબ્રાંચના સ્ટાફે દૂધસાગર રોડ પરથી એક વાહનને ઝડપી લેતા ચાલક ફરાર થઈ ગયો હતો અને વાહનની તલાસી લેતા તેમાં મમરાના બાચકાની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાનું ખુલ્યું હતું અને પોલીસે રૂ.ર.46 લાખની કિંમતની 49ર બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે દારૂ-દસ મમરાના બાચકા અને વાહન સહિત રૂ.7.46 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક અને વાહન માલિક સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.

© 2022 Saurashtra Trust