નિકોલ કિડમેનને મળશે AFIમાં 49મો લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

નિકોલ કિડમેનને મળશે AFIમાં 49મો લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
લોસ એન્જલસ, તા. 23 : હોલીવૂડ અભિનેત્રી નિકોલ કિડમેનને અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટયુટ (એએફઆઈ)એ પોતાના 49મા લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે. કિડમેન આ પુરસ્કારને મેળવનારી પહેલી ઓસ્ટ્રેલિયન અભિનેત્રી બનશે. એએફઆઇ અનુસાર કિડમેનને પુરસ્કાર 10 જૂન, 2023માં લોસ એન્જલસના ડોલ્બી થિએટરમાં ગાલા ટ્રિબ્યુટ દરમિયાન પ્રદાન કરવામાં આવશે. નિકોલ કિડમેને ડેડ કામ, મૌલિજ રૂઝ, ડેઝ ઓફ થંડર, કોલ્ડ માઉન્ટેન, આઇસ વાઇડ શટ અને એક્વામેન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

© 2022 Saurashtra Trust