દવાની નિકાસ 138% વધી

દવાની નિકાસ 138% વધી
ભારત દુનિયામાં ફાર્માસી તરીકે ઉભર્યું: વન અર્થ, વન હેલ્થ વિઝન
 
નવી દિલ્હી, તા.ર3 : ભારતથી અન્ય દેશોમાં દવાની નિકાસમાં 138 ટકાનો ભારે વધારો થયો છે. ર013-14ની તુલનાએ એપ્રિલ-ઓક્ટોબર ર0રર-ર3માં ભારતની ફાર્મા નિકાસ 138 ટકા વધ્યાનું સામે આવ્યું છે. આ સમય દરમિયાન ભારત દુનિયામાં એક ફાર્માસી તરીકે વિકસીત પામ્યું છે.
સમીક્ષાના 8 વર્ષના સમયગાળામાં ર013-14માં નિકાસ 37987.68 કરોડ હતી જે ર0ર1-રરમાં વધીને 903ર4.ર3 કરોડ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દવાની નિકાસનો ઇન્ફોગ્રાફિક શેર કરતાં ટ્વિટમાં કહ્યંy કે ભારત દવાની નિકાસમાં દુનિયાનું નેતૃત્વ કરી રહ્યંy છે. ભારત દુનિયાને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યંy છે જેથી ભારતના ફાર્મા ઉત્પાદનોની નિકાસ વધી છે. વન અર્થ, વન હેલ્થના વિઝન પર ભારત કામ કરી રહ્યંy છે.

© 2022 Saurashtra Trust