રેમડેસિવિરથી કોરોના મૃત્યુદર ઘટાડી શકાય

રેમડેસિવિરથી કોરોના મૃત્યુદર ઘટાડી શકાય
લક્ષણો શરૂ થયાના 9 દિવસમાં આપવી જરૂરી : જાપાની અભ્યાસમાં દાવો
ટોકયો, તા.ર3 : જાપાનમાં એશિયાઈ દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જો કોવિડ-19ના લક્ષણો શરૂ થયાના 9 દિવસમાં દર્દીને રેમડેસિવિર આપવામાં આવે તો મૃત્યુ દર ઘટાડી શકાય છે.
ટોકયો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસમાં જાણ્યું કે કોરોનાના લક્ષણો શરૂ થયાના 9 દિવસમાં દર્દીની રેમડેસિવિરથી સારવાર કરવામાં આવતા કોર્ટિકોસ્ટેરોઇડ્સ લેનારા એશિયાઈ દર્દીઓનો મૃત્યુ દર ઓછો રહ્યો હતો. અગાઉ પણ કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવી ચૂક્યું છે કે રેમડેસિવિરથી કોરોના દર્દીઓનો સાજા થવાનો સમયગાળો ઘટી શકે છે. જો કે આ દવા કોરોના દર્દીનું મૃત્યુ રોકી શકે ? તે અંગે વિરોધાભાષી રિપોર્ટ છે. ઉપરાંત અગાઉ કરાયેલા અભ્યાસમાં એ દર્દીઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું જેમને આઇસીયુમાં રહેતાં શ્વાસ લેવા માટે ઉપકરણોની મદદની જરૂર હતી.
અભ્યાસના લેખક મારિકો હાનાફુસાએ કહ્યંy કે લાભ અંગે અસંગત સાક્ષ્યોને જોતા, અમે કોવિડ-19ના એ દર્દીઓમાં રેમડેસિવિરની અસરકારકતાં તપાસવાની માગ કરી જેમને જાપાનમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંશોધકોએ એપ્રિલ ર0ર0થી નવેમ્બર ર0ર1 વચ્ચેના આઇસીયુમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓના રેકોર્ડનું વિશ્લેષણ કર્યું. જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પ્રકાશિત આ અભ્યાસમાં જણાવાયું કે દર્દીઓને એ આધાર સમૂહોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા કે તેમની સારવાર રેમડેસિવિરથી કરાઈ હતી કે નહીં ? જે દર્દીઓને રેમડેસિવિર અપાઈ હતી તેમના જીવિત રહેવામાં સ્પષ્ટ અંતર પરિણામ સામે આવ્યું હતું.
----------
દિલ્હી એમ્સનું
સર્વર નવ કલાક માટે ડાઉન થયું: હેકિંગના પ્રયાસની આશંકા
નવી દિલ્હી, તા. 23 : દિલ્હી એમ્સનું સર્વર બુધવારે નવ કલાકથી ડાઉન હતું. આ સર્વર ઉપર ખૂબ જ સંવેદનશિલ જાણકારી છે. જેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજ લોકોના મેડિકલ રિપોર્ટ સામેલ છે. સૂત્રોના કહેવા પ્રમાણે એમ્સ દિલ્હીના સર્વરને હેક કરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે.એમ્સમાં નવી દિલ્હીના સર્વરમાં જાણીતા લોકોના મેડિકલ રિપોર્ટ અને અન્ય જાણકારીઓ છે. તેવામાં સર્વર ડાઉન થવાની ઘટનાને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવી રહી છે. સર્વર ડાઉન થવાની દર્દીઓને કોમ્પયુટરાઈઝ રસીદો બંધ થઈ છે. દર્દીઓ સાથે પ્રશાસનિક કર્મચારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નીશિયન્સ દ્વારા સતત મુશ્કેલી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

© 2022 Saurashtra Trust