નષ્ટ થઈ છે ચૂંટણી પંચની સ્વતંત્રતા: સુપ્રીમ

નષ્ટ થઈ છે ચૂંટણી પંચની સ્વતંત્રતા: સુપ્રીમ
ચૂંટણી પંચની સ્વાયત્તતા, મુખ્ય ચૂંટણી કમિશનરના ટૂંકા કાર્યકાળ અંગે સવાલ: શું કોઈ વડાપ્રધાન પર આરોપ બાદ પગલા લેવાયા?: બંધારણના મૌનનું દરેક રાજકીય દળોએ કર્યુ શોષણ: અફસોસ વ્યક્ત કરતી સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હી, તા. ર3 : સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યંy કે તમામ સરકારોએ ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખી છે. 1996 બાદથી સરકારોએ કોઈ પણ મુખ્ય ચૂંટણી કમિશનરને નેતૃત્વ કરવા 6 વર્ષનો કાર્યકાળ નથી આપ્યો. બંધારણિય ખંડપીઠે આ મામલે અફસોસ વ્યક્ત કર્યો અને પૂછયુ કે આ સિસ્ટમનું સંપૂર્ણ રીતે બ્રેકડાઉન નથી ? સીઈસીએ સ્વાયત અને સ્વતંત્ર હોવું જોઈએ. ચૂંટણી કમિશનરોની પસંદગી માટે એક સ્વતંત્ર એકમ હોવું જોઈએ. માત્ર કેબિનેટની મંજૂરી પુરતી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર ટૂંકા ગાળાને કારણે ખાસ કંઈ કરી શકતા નથી. સંસદ દ્વારા કાયદો ઘડાશે તેવી પરિકલ્પના હતી પરંતુ 7ર વર્ષમાં કરાયું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યંy કે ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં કાયદાની ગેરહાજરી એક ખતરનાક ટ્રેન્ડ છે. ચૂંટણી પંચની સ્વાયતતા પર સવાલ ઉઠાવતા કોર્ટે પૂછયુ કે કોઈ પણ વડાપ્રધાન પર આરોપ લાગ્યા બાદ પગલા લીધા છે ? ચૂંટણી કમિશનરના નાજૂક ખભાઓ પર અસિમિત શક્તિઓ છે જેનો કેન્દ્ર સરકાર ફાયદો ઉઠાવે છે. પાંચ જજોની બેંચે કહ્યંy કે સીઈસી અને ચૂંટણી કમિશનરોને કેવી રીતે ચૂંટવામાં આવે ? તે અંગે સંવિધાનના મૌનનું દરેક રાજકીય દળો દ્વારા શોષણ કરાયુ છે. ન્યાયમુર્તિ કેએમ જોસેફની આગેવાની હેઠળની બેંચે કહ્યંy કે તે પરેશાન કરનારી પ્રવૃત્તિ છે. ટીએન શેષન 1990થી 1996 સુધી સીઈસી હતા ત્યાર બાદ અત્યાર સુધી કોઈને પૂરો કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સરકાર જાણીજોઈને એવા સીઈસીની નિયુક્તિ કરે છે જેને 6 વર્ષનો પૂરો કાર્યકાળ ન મળે. કોંગ્રેસની પૂર્વ યુપીએ સરકાર હોય કે વર્તમાનમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, આ એક પ્રવૃત્તિ રહી છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યંy કે તેનાથી તથાકથિત સ્વતંત્રતા માત્ર જુમલાબાજી સાબિત થાય છે. કોઈ પણ તેમને સવાલ કરી શકતું નથી. બંધારણના મૌનનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. નિયુક્તિમાં કોઈ કાયદો નથી અને કોઈ રોકવાવાળુ નથી. દરેકે પોતપોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કર્યો છે. કોઈને પણ ઉઠાવો અને તેને નાનો એવો કાર્યકાળ આપી દો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચને વધુ સ્વતંત્રતા આપવા 1990મા દિનેશ ગોસ્વામી સમિતિએ ભલામણ કરી હોવા છતાં સંસદમાં કાયદો ઘડાયો નથી.
 

© 2022 Saurashtra Trust