રવીન્દ્ર જાડેજા હજુ અનફિટ બાંગલાદેશ પ્રવાસમાંથી બહાર

રવીન્દ્ર જાડેજા હજુ અનફિટ બાંગલાદેશ પ્રવાસમાંથી બહાર
નવી દિલ્હી તા.23: ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બાંગલાદેશ વિરૂધ્ધની વર્ષની આખરમાં રમાનાર વન ડે અને ટેસ્ટ શ્રેણીની બહાર થઇ ગયો છે. તે હજુ અનફિટ છે. આ ઉપરાંત રવીન્દ્ર તેના પત્ની રિવાબા જાડેજાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ જામનગરની બેઠક પર ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાને સપ્ટેમ્બરમાં ઘૂંટણી ઇજા થઇ હતી. જેની સર્જરી કરાવી હતી. આથી તેણે ટી-20 વિશ્વ કપ ટૂર્નામેન્ટ પણ ગુમાવી હતી. ભારત-બાંગલાદેશ વચ્ચેની વન ડે શ્રેણીનો પ્રારંભ 4 ડિસેમ્બરથી થવાનો છે. જેમાં રવીન્દ્ર જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક મળી શકે છે. જો કે બીસીસીઆઇ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત થઇ નથી. વન ડે શ્રેણી બાદ 14 ડિસેમ્બરથી બે ટેસ્ટની શ્રેણી રમાશે. જેમાં પણ જાડેજાની ઉપલબ્ધતા નિશ્ચિત નથી.
 

© 2022 Saurashtra Trust