હાર્દિકનો અહમ : આ મારી ટીમ, મને ઠીક લાગે તેને તક

હાર્દિકનો અહમ : આ મારી ટીમ, મને ઠીક લાગે તેને તક
નેપિયર, તા.23: નિયમિત કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ટી-20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના શ્રેણી વિજય બાદ ઇનચાર્જ કેપ્ટન હાર્દિક પંડયા પ્રેસ કોન્ફરન્સમાં ઓવર કોન્ફિડન્સમાં જોવા મળ્યો હતો. હાર્દિકે ટીમ પસંદગીના સવાલ પર અહમ સાથે કહ્યંy કે પહેલી વાત એ કે કોણ શું બોલી રહ્યા છે. એથી અમને પ્લેઇંગ ઇલેવનમાં ફરક પડતો નથી. આ મારી ટીમ છે. કોચ અને મને જે ઠીક લાગે તે કરીએ છીએ. હજુ ઘણો સમય છે. બધાને તક મળશે. જેને પણ તક મળશે તેને પૂરતો મોકો અપાશે. આ શ્રેણી ટૂંકી હતી, જ્યારે સિરીઝ મોટી હશે ત્યારે ટીમમાં બદલાવ થઇ શકે છે. હું ટીમમાં બદલાવ પર વિશ્વાસ રાખતો નથી. આગળ પણ આવું જ ચાલુ રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની ટી-20 શ્રેણીમાં સંજૂ સેમસન, ઉમરાન મલિક અને શુભમન ગિલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળી ન હતી. શું આપ ટી-20 ફોર્મેટના નિયમિત કપ્તાન બનવાનું વિચારી રહ્યા છો ? તેવા સવાલ પર હાર્દિકે જણાવ્યું કે હું મારી રીતે કપ્તાની કરૂં છું. મારી રમવાની જે સ્ટાઇલ છે એ જ રીતે કપ્તાની કરૂ છું. હું એક મેચમાં કપ્તાની કરૂ કે શ્રેણીમાં એથી ફરક પડતો નથી. મને જ્યારે પણ મોકો મળશે ત્યારે આગેવાની લેવા તૈયાર રહીશ.

© 2022 Saurashtra Trust