રાજ્યમાં કોરોનાના નવા 93 કેસ, 146 દર્દી સાજા થયા

એક્ટિવ 900 કેસમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર 
અમદાવાદ,તા.28 : રાજ્યમાં કોરોનાના નવા 93 કેસ નોંધાયા હતા. જ્યારે 146 દર્દીઓ સાજા થયા હતા. આજે એક પણ મૃત્યુ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરાંત રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. આજે કુલ એક્ટિવ કેસની સંખ્યાનો આંકડો 900 નોંધાયો છે, જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કુલ 93 કેસમાં અમદાવાદમાં 24, સુરતમાં 22, વડોદરામાં 11, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 7, બનાસકાંઠામાં 4, મહેસાણામાં 3, ભાવનગર, કચ્છ, વલસાડમાં 2-2, જ્યારે આણંદ, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં ગઇકાલથી આજે સાંજ સુધીમાં કુલ 90,552 વ્યક્તિઓએ કોરોનાની રસી લેતા કોરોનાની રસી લીધેલી કુલ વ્યક્તિઓની સંખ્યા 12.68 કરોડ પર પહોંચી ગઇ છે.

© 2022 Saurashtra Trust