સૂર્યની ચમક: T-20 ક્રમાંકમાં બીજા સ્થાને પાક. કપ્તાન બાબર આઝમથી આગળ

સૂર્યની ચમક: T-20 ક્રમાંકમાં બીજા સ્થાને પાક. કપ્તાન બાબર આઝમથી આગળ
દુબઇ તા.28: આઇસીસી ટી-20 ક્રમાંકમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બેટથી શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ 801 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તે પાક. કપ્તાન બાબર આઝમ (799)થી આગળ છે. તેની આગળ પાક.નો મોહમ્મદ રિઝવાન (861) છે. રિઝવાન ઇંગ્લેન્ડ વિરૂધ્ધની ટી-20 શ્રેણીમાં ત્રણ અર્ધસદી ફટકારીને જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી-20 ફોર્મેટમાં ટોપ ટેનમાં સૂર્યકુમાર સિવાય અન્ય કોઇ ભારતીય બેટધર સામેલ નથી. કપ્તાન રોહિત શર્મા 613 પોઇન્ટ સાથે 13મા ક્રમ પર છે. જયારે વિરાટ કોહલી 16મા સ્થાનેથી 1પમા ક્રમે પહોંચ્યો છે. બીજી તરફ આઉટ ઓફ ફોર્મ કેએલ રાહુલ અને ઋષભ પંતને સૌથી વધુ નુકસાન થયું છે. બન્ને અનુક્રમે 22મા અને 70મા નંબરે ફેંકાઇ ગયા છે.
બોલિંગ ક્રમાંકમાં અક્ષર પટેલને ફાયદો થયો છે. તે 11 સ્થાનની છલાંગ લગાવીને 18મા નંબરે પહોંચી ગયો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો

© 2022 Saurashtra Trust