ભાવનગરમાં આજે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો મોદીના હસ્તે થશે શિલાન્યાસ

ભાવનગરમાં આજે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો મોદીના હસ્તે થશે શિલાન્યાસ
ક્ષ          સૂરતમાં મોદીનો ભવ્ય
            રોડ શો યોજાશે જેમાં
            50 હજારથી વધુ જનમેદની ઉમટશે : કરોડના વિકાસકામોનું
            ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
ક્ષ          રૂ.100 કરોડના ખર્ચે
            નિર્મિત 20 એકરમાં પથરાયેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ વડાપ્રધાન ભાવેણામાં લોકાર્પણ કરશે
ભાવનગર, સુરત તા.28 :  (ફૂલછાબ ન્યુઝ) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સૌપ્રથમ સૂરત અને ત્યાંથી તેઓ ભાવનગર આવશે અને કરોડોના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સૂરતના કાર્યક્રમમાં હાજરી આપ્યાં બાદ વડાપ્રધાન મોદી ભાવનગર આવશે. મોદી એરપોર્ટથી સીધા મહિલા કોલેજ ડાયમન્ડ ચોક સર્કલ ખાતે આવશે ત્યાંથી રોડ શોની શરૂઆત કરશે, અને જવાહર મેદાન ખાતે ઉભા કરાયેલા વિશાળ મંડપ ખાતે જાહેર સભાને સંબોધશે.  ભાવનગર ખાતેથી વડાપ્રધાન મોદી રૂ.6.50 કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. મોદી અહીં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સીએનજી પોર્ટ 4 હજાર 24 કરોડના રોકાણ સાથે ક્લીન એનર્જીની ઉર્જાની માંગને પહોંચી વળશે. પ્રધાનમંત્રી રૂ.100 કરોડના ખર્ચે નિર્મિત 20 એકરમાં પથરાયેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે આ ઉપરાંત  મેતીબાગ ખાતે આવેલા ટાઉન હોલના રિનોવેશન તથા રિ-ડેવલપમેન્ટનું લોકાર્પણ કરશે. આ એ ઐતિહાસિક ટાઉનહોલ છે જ્યાં મહારાજા કૃષ્ણકુમારજીનો રાજ્યાભિષેક થયો હતો. મોદી આ ઉપરાંત એસટી બસ સ્ટેન્ડ તેમજ એપીપીપએલ કન્ટેનરનું ઉદ્ઘાટન કરશે.
દરમિયાન સૂરતમાં વડાપ્રધાનના સ્વાગતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અત્રેના લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન એક જાહેર સભાને સંબોધશે. મોદી સુરતમાં  કુલ રૂ.3472.54 કરોડના વિવિધ 59 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (ઉછઊઅખ) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/ બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વેહિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, રૂ.31.58 કરોડની ડ્રીમ સિટીના 6 માળની ગ્રીન ઓફિસ બિલ્ડીંગ અને રૂ.10 કરોડના ખર્ચે ડ્રીમ સિટીના ગાર્ડન ડેવલપમેન્ટ હેઠળ એમ્ફી થિએટર, સ્ટોલ્સ અને વોક-વે એરિયાના કાર્યનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
 

© 2022 Saurashtra Trust