મોહમ્મદ બિન સલમાન બન્યા સાઉદી અરેબિયાના વડાપ્રધાન 2018માં મહિલાઓને વાહન ચલાવવાનો અધિકાર આપ્યો હતો

મોહમ્મદ બિન સલમાન બન્યા સાઉદી અરેબિયાના વડાપ્રધાન 2018માં મહિલાઓને વાહન ચલાવવાનો અધિકાર આપ્યો હતો
નવી દિલ્હી, તા. 28 : સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે એક ફરમાન જારી કરતા સૌથી મોટા પુત્ર અને ક્રાઉન પ્રિન્સ 34 વર્ષીય મોહમ્મદ બિન સલમાનને દેશના વડાપ્રધાન બનાવવાની ઘોષણા કરી હતી.
ખાસ ઉલ્લેખનીય છે કે, 2018માં મોહમ્મદ બિન સલમાને મહિલાઓના વાહન ચાલવવા પર લાગેલો પ્રતિબંધ સત્તાવાર રીતે હટાવીને મહિલાઓને ડ્રાઈવિંગ કરવાનો અધિકાર આપ્યો હતો.
તેમણે મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવ્યો હતો. ક્રાઉન પ્રિન્સે એપ્રિલ-2016મા વિઝન 2030ની શરૂઆત કરી હતી.
સાઉદી અરબ નવા સંરક્ષણ મંત્રી ખાલિદ બિન સલમાનના નેતૃત્વમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા 50 ટકા સુધી લઈ જશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust