10 દિવસે દેખાયા જિનપિંગ

10 દિવસે દેખાયા જિનપિંગ
નજરકેદની અફવાઓ બાદ  સરકારી ટીવી પર દેખાયા,
સીપીસી બેઠકમાં ત્રીજા કાર્યકાળ પર નિર્ણય થશે
બીજિંગ, તા. 28 : શાંઘાઇ કોઓપરેશન સમિટ (એસસીઓ)માંથી પરત ફર્યાના 10 દિવસ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર દેખાયા હતા.
જિનપિંગ સરકારી ટીવી પર દેખાયા છે. તેમનું જાહેરમાં  સામે આવવું એ કારણે મહત્ત્વનું ગણાય છે કે, તેમને ચીનની સેનાએ ઘરમાં નજરકેદ કરી દીધા હોવાની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઇ હતી. આવતા મહિને ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટીની વાર્ષિક બેઠક થશે, જેમાં રાષ્ટ્રપતિ તરીકે શીના ત્રીજા કાર્યકાળ પર મોહર  લાગશે, તેવું મનાય છે.
જો કે, હવે જિનપિંગનો  માર્ગ મુશ્કેલ મનાઇ રહ્યો છે. ચીનના વિસ્તારવાદી વલણ સામે દુનિયાભરમાંથી વિરોધના અવાજ ઊઠી રહ્યા છે.
 

© 2022 Saurashtra Trust