ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો : કેનેડા

ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો : કેનેડા
ભારતની એડવાઈઝરીથી ભડકેલી કેનેડા સરકારની સામી એડવાઈઝરી !
ટોરન્ટો, તા.ર8 : કેનેડાએ પોતાના નાગરિકોને ભારતમાં ગુજરાત,પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોની મુલાકાત ન લેવા સલાહ આપી છે. કેનેડાની સરકારનું કહેવું છે કે ભારતમાં આ રાજ્યોમાં આતંકી હુમલાનો ખતરો છે.  કેનેડાની સરકારે પોતાના નાગરિકોને કહ્યું કે પાકિસ્તાન સરહદથી 10 કિમીના અંતરે આવેલા વિસ્તારોમાં જવું નહીં. ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં લેન્ડ માઈન વિસ્ફોટ સહિત સુરક્ષાનો ખતરો છે. મણીપુર અને આસામની મુલાકાતે ન જવા પણ સલાહ અપાઈ છે.  એવું માનવામાં આવે છે કે કેનેડામાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ વધતાં ભારત સરકારે પોતાના નાગરિકો માટે જાહેર કરેલી એડવાઈઝરીથી ભડકેલા કેનેડાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. કેનેડા સરકારની મંશા પર સવાલ ઉઠાવે તેવી ગતિવિધિમાં ર7 સપ્ટેમ્બરે પોતાની સત્તાવાર વેબસાઈટ પર એડવાઈઝરી જાહેર કરી પોતાના નાગરિકોને ભારતની મુલાકાત વખતે સાવચેત રહેવા જણાવ્યું છે.

© 2022 Saurashtra Trust