બાબરાના બળેલપીપળિયાની સેવા સહકારી મંડળીમાં રૂ. 14.75 લાખની ઉચાપત

મૃત મંત્રી અને શોપકીપર સામે પ્રમુખે ફરિયાદ નોંધાવી: ભેજાબાજો દ્વારા 1900 થેલી ખાતર વેચી નાખ્યું અને પાક ધિરાણ રકમ મેળવી લીધી’તી  
બાબરા, તા.28: બાબરા તાલુકાનાં બળેલપીપળિયા ગામની સેવા સહકારી મંડળીમાંથી રૂ. 14.75 લાખની ઉચાપત કરવાના આરોપસર મંડળીના મૃતમંત્રી દિલીપ વલ્લભભાઈ સોરઠિયા અને શોપકીપર વિજય કિશનભાઇ કુબાવત સામે ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ બળેલપીપળિયા મંડળીના અમરેલીમાં રહેતા મૃત મંત્રી દિલીપભાઈ વલ્લભભાઈ સોરઠિયા  તા.1/4/2018થી 31/3/2022 દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી તેના હસ્તકના રોજમેળ તેમજ પાક ધિરાણ રકમ મળી કુલ રૂપિયા 99,151.22 તેમજ મંડળીના શોપ કીપર તરીકે નોકરી કરતાં બળેલપીપળિયાના વિજયભાઇ કિશનભાઇ કુબાવત દ્વારા જુદી જુદી બ્રાંડ કંપનીની કુલ 1903 થેલી ખાતર કુલ કિંમત રૂપિયા 13,74,872.78 નું વેચાણ કરી અને વેચાણની રકમ મંડળીમાં જમા નહીં કરાવી બન્ને ઈસમ દ્વારા કુલ 14.75 લાખની ઉચાપત કરી હતી. આ અંગે મંડળી ના ઓડીટ દરમિયાન જણાઈ આવતા જિલ્લા રજિસ્ટર મંડળીના દ્વારા બળેલ પીપળિયા મંડળીના પ્રમુખ નાથાભાઈ મોહનભાઈ દુધાતને ફરિયાદ નોંધાવવા હુકમ કરતા બાબરા પોલીસમાં ફરિયાદ આપી છે. વધુમાં મળતી વિગત મુજબ મંડળીના મંત્રી દ્વારા તા.30/9/19ના સ્વૈચ્છિક રાજીનામું આપી દીધેલું હતું. બાદ તેમના હસ્તકના ચાર્જ અને ગોડાઉનમાં સ્ટોક ખરાઈ કરતા સ્ટોક રેકર્ડ મુજબ મળી આવેલ નથી. બનાવ અંગે પીઆઇ આર.ડી. ચોધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
 

© 2022 Saurashtra Trust