દીવ-ભાવનગર રૂટની એસટી બસમાંથી બિનવારસી હાલતમાં દારૂની બોટલો મળી

અમરેલી, તા. 23: રાજુલા પોલીસ અને એસટી વિભાગની વિજલન્સ સ્ક્વોર્ડ દ્વારા એસટી બસમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. દીવ-ભાવનગર રૂટની બસમાંથી બિનવારસી હાલતમાં અલગ-અલગ બ્રાન્ડની 39 જેટલી બોટલો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બોટલો મૂકીને છટકી જનાર અજાણ્યા ઈસમોને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  રાજુલાના એસટી બસ સ્ટેશનમાંથી રાજુલા પોલીસમાં કર્મચારી અને આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટ વિજિલન્સ સ્કોવર્ડ, અમદાવાદની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરી બાતમીના આધારે દીવ-ભાવનગર રૂટની ગુર્જર નગરી એસ.ટી બસમાંથી બિનવારસી હાલતમાં કાપડની ત્રણ અલગ અલગ થેલીઓ તથા રેકઝીનના થેલામાં ભારતીય બનાવટના પરપ્રાંતના દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી કુલ બોટલ નંગ-39 કુલ રૂ.3,900/-નો મુદ્દામાલ પકડી પાડયો હતો. આ બનાવને પગલે દારૂ છોડી છટકી જનાર અજાણ્યા ઈસમોને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust