શાપરમાં બંધ કારખાનામાંથી રૂ.1.80 લાખની મશીનરીની ચોરી

શેડ ભાડે રાખવા ભાડૂઆત આવતા જાણ થઈ
રાજકોટ, તા.ર3 : શાપર-વેરાવળમાં શાંતિધામ પાટિયા પાસે આવેલ એમ્પાયર ફલોર મીલ્સ પ્રા.લી. નામના ઘઉં દળવાના બંધ કારખાનામાં તસ્કરો ખાબકયા હતા અને નાની મોટી ઈલે.મોટરો, લોખંડના રોલ સહિત રૂ.1.80 લાખની મતાની મશીનરીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે શાપર પોલીસે ગોંડલમાં જેતપુર રોડ પર રાજનગરમાં રહેતા અને મેનેજર તરીકે નોકરી કરતા સનતભાઈ મુકુંદરાય સોલંકીની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે હાથ ધરેલી તપાસમાં ર0ર0માં લોકડાઉન દરમિયાન કારખાનું બંધ થઈ ગયું હતું અને પાંચ પ્લાન્ટ અને મશીનરી સહિત પ કરોડની મિલકત છે. કારખાનામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે અને સીકયુરીટી ગાર્ડ પણ રાખવામા આવેલછે. ત્રણ વર્ષથી કારખાનું બંધ હોય અને ખરીદદાર કે ભાડે રાખવા કોઈ આવે તો મેનેજર સનતભાઈ સોલંકી શેડ બતાવવા જતા હતા. ગત તા.1ર/8 ના એક ભાડુઆત શેડ ભાડે રાખવા માટે આવતા શેડ જોવા ગયા હતા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. કારખાનાના માલિક રાજકોટની પારસ સોસાયટીમાં રહેતા શ્રીચંદભાઈ ફેરુમલ બાલચંદાણી હોવાનું જાણવા મળેલ છે. તસ્કરોએ સીસીટીવીનું વીજકનેકશન પણ કાપી નાખ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

© 2022 Saurashtra Trust