કપ્તાન બાબરની સદીથી T-20 મેચમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પાકિસ્તાનનો 10 વિકેટે વિક્રમી વિજય

કપ્તાન બાબરની સદીથી T-20 મેચમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પાકિસ્તાનનો 10 વિકેટે વિક્રમી વિજય
કરાચી, તા.21: ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા કપ્તાન બાબર આઝમની આક્રમક સદી અને નંબર વન બેટસમેન મોહમ્મદ રિઝવાનની 88 રનની ઇનિંગની મદદથી પાકિસ્તાને બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિક્રમી વિજય હાંસલ કર્યોં હતો. આ જીતથી સાત મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી છે. ઇંગ્લેન્ડના 200 રનના વિશાળ રનનો પીછો કરતા પાકિસ્તાન તરફથી કપ્તાન બાબર આઝમે 66 દડામાં 11 ચોકકા-પ છકકાથી અણનમ 110 રનની વિજયી ઇનિંગ રમી હતી. જયારે મોહમ્મદ રિઝવાન પ1 દડામાં પ ચોકકા-4 છકકાથી 88 રને અણનમ રહ્યો હતો. પાકિસ્તાને ત્રણ દડા બાકી રાખીને વિના વિકેટે 203 રન કરીને મેચ તેના નામે કર્યોં હતો. આ દરમિયાન પાક. ટીમે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
ટી-20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાનને એક પણ વિકેટ ગુમાવ્યા વિના સૌથી મોટો રન લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી હતી. આગઉ ટી-20 ઇન્ટરનેશનલમાં આ પહેલા ન્યુઝીલેન્ડે 2016માં વિના વિકેટે 169 રન કરીને જીત મેળવી હતી. જયારે ટી-20 ઇન્ટરનેશનલમાં ઇંગ્લેન્ડની પહેલીવાર 10 વિકેટે હાર થઇ હતી.
ગઇકાલે રમાયેલા આ મેચમાં ઇંગ્લેન્ડે બેન ડકેટના 43, હેરી બ્રૂકસના 31, ફિલ સોલ્ટના 30 અને એલેકસ હેલ્સના 26 રનની મદદથી 20 ઓવરમાં પ વિકેટે 199 રન કર્યાં હતા.

© 2022 Saurashtra Trust