DA પહેલા કર્મચારીઓની બઢતી માટે કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય

DA પહેલા કર્મચારીઓની બઢતી માટે કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય
બઢતી માટે અનિવાર્ય સેવાનાં નિયમમાં કરવામાં આવ્યા ફેરફાર: સાતમા પંચને અનુરૂપ વ્યવસ્થા
નવીદિલ્હી,તા.23: દિવાળી નજીક છે ત્યારે કેન્દ્રનાં કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે પણ સરકાર તરફથી બીજો એક મહત્ત્વનો ફેંસલો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સાતમા વેતન આયોગ અંતર્ગત પ્રમોશન માટે ન્યૂનતમ સેવાની શરતોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રનાં કર્મચારીઓની બઢતી સાતમા પંચનાં પે મેટ્રિક્સ અને પે-લેવલનાં આધારે થશે.
કાર્મિક અને તાલીમ વિભાગ(ડીઓપીટી) તરફથી ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે અને બઢતીની શરતોમાં બદલાવની વાત તેમાં કરવામાં આવી છે. આ સુધારા નોકરીમાં ભર્તીનાં નિયમો અને સેવાનાં નિયમોમાં શામેલ કરવામાં આવશે. કેન્દ્રનાં કર્મચારીઓની બઢતી માટે નવી શરતો અનુસાર લેવલ-1 અને લેવલ-2 સુધી બઢતી માટે 3 વર્ષની સર્વિસ અનિવાર્ય રહેશે. જ્યારે લેવલ-2 અને 3 માટે ત્રણ વર્ષની સેવા જરૂરી રહેશે. આ સીવાય લેવલ-4 સુધી બઢતી માટે 8 વર્ષની સેવા આવશ્યક થશે. લેવલ-4થી 6 માટે 10 વર્ષની સર્વિસને જરૂરી બનાવી દેવામાં આવી છે.

© 2022 Saurashtra Trust