આરોગ્ય-પંચાયત વિભાગના હેલ્થ વર્કરના પગારમાં માસિક રૂ. 4 હજારનો વધારો કરાયો

130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે: ઙઝઅ ફેરણી ભથ્થા અંગેની માંગ સ્વીકારીને
8 કિ.મી.ની મર્યાદા દૂર કરાઈ
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.22: છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઇને આંદોલન કરી રહહ્યા છે. સરકારે આજે કેટલીક માંગણીઓ સ્વીકારી છે. જેમાં આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરના કર્મચારીઓના પગારમાં માસિક રૂ.4 હજારનો વધારો કરવામાં આવ્યો છે.
આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના Bિંઠ, Bિંજ, ખઙઇંઠ અને ખઙઇંજ કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે જેથી આવતીકાલથી જ ફરજ પર હાજર થઈ જવા પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ અનુરોધ કર્યો હતો.
આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી  બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.4 હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે ઙઝઅ ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મી.ની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાઘાણીએ કહ્યું કે, તાજેતરમાં કર્મચારી હિતલક્ષી લેવાયેલા 15 જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.

© 2022 Saurashtra Trust