રાજ્યમાં કોરોનાના 124 કેસ, બનાસકાંઠામાં 1 મૃત્યુ

- 170 દર્દી સાજા થતા 1049 એક્ટિવ કેસ
(ફૂલછાબ ન્યુઝ) અમદાવાદ, તા.22 : ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસ 124 કેસ નોંધાયા હતા તો બીજી બાજુ 170 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બે દિવસ બાદ આજે બનાસકાંઠામાં એકનું મૃત્યુ નીપજતા અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની સંખ્યા 11,029 થઈ છે. કોરોનાના 1049 એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે અને 1046 દદીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે નોંધાયેલા 124 નવા દર્દીઓમાં સુરતમાં 33, અમદાવાદમાં 27, મહેસાણામાં 11, વડોદરામાં 9, રાજકોટમાં 10, સાબરકાંઠા અને વલસાડમાં 6-6, ગાંધીનગરમાં 5, બનાસકાંઠા અને કચ્છમાં 3-3, ખેડા, મોરબી, પાટણમાં 2-2 જ્યારે ભરૂચ, ગિર સોમનાથ, જામનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા હતાં. આ સાથે ગઈકાલથી આજે સાંજ સુધીમાં 1,70,607 દર્દીઓએ કોરોના રસી લેતાં કોરોનાની રસી લીધેલી કુલ વ્યક્તિઓની સંખ્યા 12.63 કરોડ થઈ છે.

© 2022 Saurashtra Trust