સુરત ગોડાદરામાં સાથે રહેતા યુવકે કિશોરીને ગર્ભવતી બનાવી દીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત, તા. 22 : શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી કિશોરીએ તેની સાથે રહેતા યુવકે તેના પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધાની  ફરિયાદ નોંધાવી છે
 ગોડાદરા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરી ભાગી ગયા હતા. ત્યારબાદ કિશોરીની માતા પણ બીજા સાથે લગ્ન કરી ઘર છોડી ફરાર થઇ ગઇ હતી. જેથી કિશોરી એકલી થઇ હતી. આ સમયે તેના ઘરની બાજુમાં જ રહેતા યુવકે તેણીને પોતાના ઘરે સાથે રોકાવા માટે કહ્યું હતું.  છેલ્લા પાંચ વર્ષથી કિશોરી તે યુવકની સાથે જ રહેતી હતી. આ દરમિયાન યુવકે તેણીને વાતોમાં ભોળવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં 2020થી કિશોરીની મરજી વિરુદ્વ અવારનવાર તેની સાથે શારીરીક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી. કિશોરીને પાંચ મહિનાનો ગર્ભ રહી જતા તેણે યુવકને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ યુવકે તેની સાથે લગ્ન કરવાની આખરે ના પાડી દીધી હતી. જેથી ભોગ બનનાર કિશોરીએ ગોડાદરા પોલીસ મથકમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2022 Saurashtra Trust