મધ્યપ્રદેશના ધારના કુકસી વિસ્તારમાં તઉળ પર હુમલો કરનાર આરોપી અમરેલીથી ઝડપાયા

અમરેલી, તા.22: અમરેલીના નાના માચીયાળા અને સાંગાડેરી વચ્ચે આવેલા કાટ વિસ્તારમાંથી એસઓજીએ બેને દબોચી લીધા હતા. પોલીસે તપાસ કરતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણપુર તાલુકાના દંડિયા ગામના મહેશ દિલીપ મોર અને કીડીયા ઇડા મોરદંડિયા હોવાનું સામે આવ્યું હતું. આ બને શખસો ધાર જિલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશનમાં ધાડ તેમજ ફરજમાં રુકાવટ અને ગંભીર ગુનાઓ આચાર્ય હોવાનું સામે આવ્યું હતું .
આ બનાવને લઈને વધુ તપાસ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવતા ગત તા. 13ના રોજ ધારના એસડીએમ (આઈએએસ) પર પણ હુમલાની ઘટના બની હતી. આ ગુનામાં પણ બને શખ્સો સામેલ હોવાનું ખુલ્યું હતું અને આરોપીઓએ હવામાં ફાયારિંગ કરી ફરાર થયા હતા. જે બન્ને આરોપીઓ અમરેલી પહોંચ્યા હતા અને બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. આ બંને શખસો વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક સાધી અને આગળની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust