અમરેલી જિલ્લામાં બે દી’માં ચાર લોકોએ આપઘાત કર્યો

સાવરકુંડલા : સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખસ સામે નોંધાતો ગુનો
અમરેલી, તા. 22 : અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવો રોજ બરોજ બની રહ્યા છે. ગત દિવસોમાં પોલીસમાં નોંધાયેલ આંકડા પ્રમાણે 4 જેટલા લોકોએ બે દિવસમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જેમાં એક યુવતી અને ત્રણ જેટલા પુરુષોનો સમાવેશ થાય છે. ધારીના સરસિયા ગામે રહેતા 60 વર્ષીય વૃદ્ધ જેઠાભાઇ ભીમાભાઇ મકવાણાને છેલ્લા ઘણા સમયથી આંખોમાં દેખાતું ન હોય અને માથાનો દુ:ખાવો રહેતો હોય જેથી કંટાળી જઈને  ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ં લીલિયામાં મોટા સનાળીયા રોડ પર રહેતા રાહુલભાઈ મનુભાઈ ડાભી  નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર  ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.ં રાજુલાના જૂની માંડરડી ગામે રહેતા કનુભાઈ ભીખાભાઇ બાબરીયા નામના  આધેડે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.ં  બગસરામાં નવા જીવનપરા વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન રવજીભાઈ છોડવડીયા  નામની એક યુવતીએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી પાઉડર પી જતા તેમનું  મૃત્યુ થયું હતું.
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખસ સામે નોંધાતો ગુનો : સાવરકુંડલા પંથકમાં રહેતી સગીરા સાથે ફોન મારફત સંપર્કમાં આવેલા ભોજા જીણા પરમાર નામના શખસે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ભોજા જીણા પરમાર નામનો શખસ સગીરાને વીજપડી ગામે રહેતા સુરેશ પરસોત્તમ સોલંકીના મકાને લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જીણા શામજી પરમાર અને ચકુ જીણા પરમારે  ભોગ બનનાર સગીરાની માતાને જાણ કરવાના બદલે સગીરાને બાઈકમાં લઈ જઈ રાજુલા, ભોકરવા ગામે લઈ જઈ મદદગારી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.

© 2022 Saurashtra Trust