સાયલાના ગોસળ ગામ પાસે ટાયર ફાટતા કાર પલટી ખાઇ જતાં રાજકોટ જેલના સિપાઇનું મૃત્યુ

-શ્રાદ્ધ નિમિત્તે વતન મઢાદ જતા બનેલી ઘટના:  બેને ઇજા
વઢવાણ, તા. 22: સાયલાના ગોસળ ગામ પાસે ટાયર ફાટવાના કારણે કાર પલ્ટી ખાઇ જતાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં સિપાઇ તરીકે નોકરી કરતાં કિરીટસિંહ ભીખુભા સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બેને ઇજા થઇ હતી. રાજકોટ ખાતે જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા કિરીટાસિંહ ભીખુભા સોલંકી શ્રાદ્ધ નિમિત્તે પરિવાર સાથે કાર લઇને પોતાના વતન મઢાદ ગામે જઇ રહ્યા હતા. ત્યારે સાયલા પાસે ગોસળના બોર્ડ નજીક ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી કિરીટાસિંહ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પ્રદીપ વજુભાઈ અસવાર અને મિતલબેન પ્રદીપભાઈ અસવારને સામાન્ય ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે લાશને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. ઘટનાની જાણ થતા જેલના કર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. આ ઘટનાથી યુવાનના પરિવારમાં શોકની કાલીમાં છવાઇ ગઇ હતી.  

© 2022 Saurashtra Trust