IPL ફરી જૂના અંદાજમાં રમાશે

IPL ફરી જૂના અંદાજમાં રમાશે
-કોરોના કાબૂમાં, ઘરઆંગણે મુકાબલા: ગાંગુલી
નવી દિલ્હી, તા.રર : આઈપીએલની શરુઆત થઈ ત્યારે તેમાં ભારે ઝાકમજોળ જોવા મળતી હતી. ત્યાર બાદ કોરોના કાળમાં મુકાબલા નાછૂટકે વિદેશમાં રમાડવા પડયા ઉપરાંત નિયંત્રણોને કારણે રોનક ઝંખવાઈ હતી. પરંતુ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મહત્વની જાહેરાત કરી છે કે આગામી સિઝનમાં આઈપીએલમાં અસ્સલ રોનક જોવા મળશે.
ગાંગુલીએ કહ્યંy કે આઈપીએલ-ર0ર3 તેના જૂના અંદાજમાં રમાશે. જે સેટઅપ કોરોના કાળ પહેલા હતું. એટલે કે તમામ 10 ટીમ પોતાના ઘરેલું મેદાનમાં અને વિરોધી ટીમના મેદાનમાં મેચ રમશે. આ અંગે સંબંધિત ફ્રેન્ચાઈઝીઓને જાણ કરવામાં આવી છે.
ર0ર0માં કોરોના ત્રાટકયા બાદ આઈપીએલના મુકાબલા મર્યાદિત સ્થળોએ યોજાયા હતા. દુબઈ, શારજહાં અને અબુધાબીમાં નિયંત્રણ હેઠળ સિઝન યોજાઈ હતી. હવે કોરોનાને લગતી કોઈ મોટી ચિંતા ન હોવાથી અગાઉની જેમ જ આઈપીએલ સંપૂર્ણ રોનક સાથે રમાશે.

© 2022 Saurashtra Trust