હા, પીચ સાથે ચેડાં કર્યા હતા...

હા, પીચ સાથે ચેડાં કર્યા હતા...
- 17 વર્ષે કરતૂતનો એકરાર કરતો શાહીદ આફ્રિદી
 
કરાંચી, તા.રર: પાકિસ્તાની ક્રિકેટરો સતત કોઈને કોઈ વિવાદમાં રહે છે. અગાઉ અનેક ખેલાડી મેચ ફિક્સિંગના આરોપનો સામનો કરી ચૂક્યા છે. હવે પીચ સાથે છેડછાડનો મામલો ચગ્યો છે જેમાં 17 વર્ષ બાદ શાહીદ આફ્રિદીએ પોતાનો ગૂનો કબૂલ્યો છે. પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એકરાર કર્યો કે ફૈસલાબાદમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટેસ્ટ મેચમાં તેણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની આડમાં પીચ સાથે ચેડાં કર્યાં હતાં. પીચ પર બોલરને ટર્ન મળી રહ્યો ન હતો અને મેચ ચાલુ હતો ત્યારે જ નજીકમાં એક સિલિન્ડર બ્લાસ્ટ થતાં સૌનું ધ્યાન તે તરફ હતું ત્યારે પીચ બગાડી હતી. સૌ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ તરફ જોતા હતા ત્યારે આફ્રિદીએ મલિક પાસે જઈને કહ્યંy કે મારી ઈચ્છા છે કે હું પીચમાં ખાડો ખોદી નાંખું. તો મલિકે જવાબ આપ્યો કે કરી નાંખ કોઈ જોતું નથી..!  અને પછી આફ્રિદીએ પીચ બગાડી હતી જો કે પોતાનાં આવાં કૃત્ય બદલ અફસોસ વ્યક્ત કરતાં ભૂલ ગણાવી છે. આ ટેસ્ટ ડ્રો ગયો હતો અને પીચ પર તેણે કરેલું કૃત્ય પકડાઈ જતાં એક ટેસ્ટ અને બે વન ડેનો પ્રતિબંધ મુકાયો હતો.

© 2022 Saurashtra Trust