ગંગા નદીનું વહેણ ઘટશે : ઝડપથી ઓગળી રહ્યો છે ગંગોત્રી ગ્લેશિયર મેદાની વિસ્તારમાં જીવન આપતી નદીઓનાં મુખ્ય સ્રોત ઉપર જોખમ

ગંગા નદીનું વહેણ ઘટશે : ઝડપથી ઓગળી રહ્યો છે ગંગોત્રી ગ્લેશિયર મેદાની વિસ્તારમાં જીવન આપતી નદીઓનાં મુખ્ય સ્રોત ઉપર જોખમ
નવી દિલ્હી, તા. 22: ભારતીય સરહદમાં આવતા હિમાલયમાં 9575 ગ્લેશિયર છે. જેમાંથી 968 ગ્લેશિયર ઉત્તરાખંડમાં છે. મોટાભાગના ગ્લેશિયરનું પાણી કોઈને કોઈ રીતે લોકોની તરસ છીપાવી રહ્યું છે. ગંગા, ઘાઘરા, મંદાકિની, સરસ્વતી જેવી નદીઓ ભારતના મેદાની હિસ્સામાં જીવન આપી રહી છે. તેવામાં આ નદીઓમાં આવતાં પાણીનો સ્રોત પૂરો થાય તો શું થશે ? આ સવાલ સતત ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લાં 87 વર્ષમાં ગંગોત્રી ગ્લેશિયર 1700 મીટર ઓગળી ગયો છે.
દેશની સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી આ ગ્લેશિયરમાંથી જ નીકળે છે અને અહીંયાથી જ ગંગાને જીવન મળે છે. દેહરાદૂન સ્થિત ઇન્સ્ટિટયુશન ઓફ હિમાલય જીઓલોજીના વૈજ્ઞાનિક ડો. રાકેશ ભામ્બરીએ એક અભ્યાસ કર્યો છે. જેમાં ખુલાસો કરવામા આવ્યો છે કે 1935થી 2022 સુધીમાં ગંગોત્રી ગ્લેરિશયર 1700 મીટર ઓગળી ગયો છે. જેનું કારણ વધી રહેલું તાપમાન, ઓવી બફરવર્ષા અને વધારે વરસાદ છે. ડો. રાકેશે  કહ્યું છે કે તાપમાન કેવી રીતે વધી રહ્યું છે તે સૌ કોઈ જાણે છે.

© 2022 Saurashtra Trust