મોદીનાં ભાષણમાં ‘અમૃતકાળ’

મોદીનાં ભાષણમાં ‘અમૃતકાળ’
- આ વર્ષે મોદીએ સૌથી વધુ વખત
બોલેલો શબ્દ : 15 ઓગસ્ટનાં સંબોધનમાં
14 વખત બોલાયો અમૃતકાળ શબ્દ
 
નવીદિલ્હી,તા.18: ભારતમાં ઉંચી મોંઘવારી અને બેરોજગારીનાં દર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ભારતનાં મતદારોને એવું કહી રહ્યાં છે કે, ભારતનો સ્વર્ણિમ કાળ શરૂ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતાનાં 7પ વર્ષ પૂર્ણ થવાનાં અવસરે લાલકિલ્લેની પ્રાચીરેથી પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે, આ અમૃતકાળની પહેલી સવારે એક સંપન્ન દેશને જોઈને ગર્વ થાય છે. ગત વર્ષે 1પમી ઓગસ્ટે મોદીએ ભાષણમાં અમૃતકાળ શબ્દને પ્રમુખતાની સ્થાન આપ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમનાં ભાષણોમાં આ શબ્દનો પ્રયોગ વધતો ગયો છે.
બ્લૂમબર્ગ દ્વારા કરવામાં આવેલા મોદીનાં ભાષણોનાં વિશ્લેષણમાં એવું તારણ નીકળ્યું છે કે, આ વખતે 1પ ઓગસ્ટે મોદીએ પોતાનાં ભાષણમાં 14 વખત અમૃતકાળ શબ્દનો પ્રયોગ કર્યો હતો. છેલ્લા 12 માસની વાત કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ વખત બોલાયો છે. એક તારણ એવું પણ નીકળે છે કે, જ્યારે સરકાર કોઈ દબાણમાં આવે છે ત્યારે આ શબ્દનો પ્રયોગ પણ મોદી વધારી નાખે છે. જ્યારે અગ્નિવીર યોજનાનો વિરોધ ચાલતો હતો ત્યારે જૂનમાં આ શબ્દ 19 વખત બોલાયો હતો. એપ્રિલમાં મોદી આ શબ્દ 14 વખત બોલ્યા હતાં. જ્યારે રીટેલ મોંઘવારી ઉંચા સ્તરે હતી ત્યારે મે માસમાં તેનો ઉપયોગ 1પ વાર કરવામાં આવ્યો હતો. 

© 2022 Saurashtra Trust