કાશ્મીરમાં બહારીઓને મતાધિકાર ?

કાશ્મીરમાં બહારીઓને મતાધિકાર ?
વિપક્ષોનો વિરોધ : બંધારણીય સુધારાથી 25 લાખ નવા મતદારો ઉમેરાશે
શ્રીનગર, તા.18 : જમ્મુ-કાશ્મીરમાં બિન કાશ્મીરીઓને મતાધિકાર આપવાનો વિરોધ શરુ થયો છે. વિપક્ષે આ ગતિવિધિને ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અસરગ્રસ્ત બનાવવાનો કારસો ગણાવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં એક સંશોધન બાદ રપ લાખ નવા મતદારો ઉમેરાઈ શકે છે. ઉક્ત સંશોધન બિન-સ્થાનિકોને ક્ષેત્રમાં મતદાર તરીકે રજિસ્ટર કરવાની છૂટ આપશે. જો કે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતિ અને ઉમર અબ્દુલ્લાએ આવા પગલાં સામે વાંધો ઉઠાવ્યો અને ચૂંટણીને અસરગ્રસ્ત બનાવવાનું ખતરનાક પગલું ગણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ચૂંટાયેલી સરકાર વિના શાસન ચાલી રહ્યું છે અને રાજયમાં આગામી વર્ષે ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.
દરમિયાન વોટર લિસ્ટનું એક વિશેષ સંશોધન કાશ્મીરમાં બિન કાશ્મીરીઓને મતદાર તરીકે રજિસ્ટર કરવાની છૂટ આપશે. કેન્દ્ર સરકારે વર્ષ ર019માં રાજયોનો અનુચ્છેદ 370નો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ આવુ સંભવ બન્યુ છે. ત્યાં બિન કાશ્મીરીઓને મત્તાધિકાર તથા જમીન ખરીદવાની મંજૂરી માટે બંધારણમાં બદલાવ કરવામાં આવ્યો હતો.જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારે કહ્યું કે ચૂંટણી પહેલા આ ક્ષેત્રમાં ર0 લાખથી વધુ નવા મતદારો ઉમેરાય તેવી સંભાવના છે જે સંખ્યા હાલ 76 લાખ છે. જો કે સરકારની આવી ગતિવિધિનો કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો છે.

© 2022 Saurashtra Trust