T-20 વિશ્વ કપની 80-90 ટકા ટીમ તૈયાર: કપ્તાન રોહિત

T-20 વિશ્વ કપની 80-90 ટકા ટીમ તૈયાર: કપ્તાન રોહિત
‘એશિયા કપ અને ઓસિ.-આફ્રિકા સામેની હોમ સિરીઝ બાદ ટીમ ફાઇનલ થશે’
મુંબઇ, તા.18: ભારતીય કપ્તાન રોહિત શર્માએ વન ડે ક્રિકેટની ચમક ફીકી પડી રહી હોવાની વાતનું ખંડન કરતા કહ્યંy કે તેના માટે ત્રણેય ફોર્મેટ મહત્વપૂર્ણ છે. રોહિત કહે છે કે મારૂ નામ જ વન ડે ક્રિકેટથી જાણીતું બન્યું છે. વન ડે ભવિષ્યમાં બંધ થઇ જશે તેવી વાતો બેકાર છે. લોકો પહેલા આવી વાતો ટેસ્ટ માટે કરતા હતા. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મહત્વના છે. હું નથી માનતો કે વન ડે ફોર્મેટ ખતમ થઇ જશે કે ટેસ્ટ ક્રિકેટ અંત તરફ છે.
એશિયા કપમાં પાક. સામેના મુકાબલા પર કપ્તાન શર્માએ કહ્યંy કે ગયા વર્ષે દુબઇમાં અમે પાકિસ્તાન સામે રમ્યા હતા. જેમાં પરિણામ અમારે પક્ષે રહ્યંy ન હતું. અમે ઘણી ચીજો બદલાઇ ગઇ છે. ટીમની તૈયારી અલગ છે. એશિયા કપમાં અમારું ધ્યાન કંઇક અલગ હાંસલ કરવા પર રહેશે. અમારી સામે કોણ છે તે મહત્વનું નથી. જીતની પ્રક્રિયા અને સારા ક્રિકેટ પર ફોકસ રહેશે. ટી-20 વિશ્વ કપની 80થી 90 ટકા ટીમ તૈયાર હોવાની વાત પણ રોહિતે કરી હતી. તે કહે છે કે વિશ્વ કપને હજુ અઢી મહિના છે. એ પહેલા અમે એશિયા કપ અને આફ્રિકા-ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝ રમશું. આ શ્રેણી વર્લ્ડ કપની ટીમ ફાઇનલ કરશે. ઓસ્ટ્રેલિયામાં હાલત અલગ હશે એ પણ ધ્યાને રાખીને ટીમ પસંદ કરવી પડશે.

© 2022 Saurashtra Trust