રોહિત આક્રમક નહીં, શાંતચિત્ત સુકાની: ગાંગુલી

રોહિત આક્રમક નહીં, શાંતચિત્ત સુકાની: ગાંગુલી
‘તેની કપ્તાનીના ફળ માટે ટીમ ઇન્ડિયાએ થોડો ઇંતઝાર કરવો પડશે’
નવી દિલ્હી, તા.18: પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું માનવું છે કે રોહિત શર્મા એક શાનદાર સુકાની છે, પણ તેની કપ્તાનીમાં ટીમને પરિણામ માટે ઇંતઝાર કરવો પડશે. 3પ વર્ષીય રોહિત શર્માને બીસીસીઆઇએ વિરાટ કોહલીના સ્થાને ત્રણેય ફોર્મેટનો કપ્તાન બનાવ્યો છે. રોહિતના કપ્તાન બન્યા બાદ વર્કલોડ, મેનેજમેન્ટ, કોવિડ અને ઇજાને લીધે ભારતે સાત કેપ્ટનને અલગ-અલગ તબક્કે ટીમનું નેતૃત્વ સોંપ્યું છે.
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માથી સૌરવ ગાંગુલી ઘણો પ્રભાવિત છે. તેણે કહ્યંy કે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી સાથે તેની તુલના પહેલા તેને પૂરતો સમય આપવાની જરૂર છે. રોહિત શર્મા સ્પષ્ટરૂપે થોડો શાંત છે. તે દરેક ચીજને ધૈર્યપૂર્ણ અને સર્તક રીતે લે છે. તે એકદમ આક્રમક સુકાની નથી. આ તકે ગાંગુલીએ ધોની અને કોહલીની પ્રશંસા કરતા બન્નેને મહાન કપ્તાન ગણાવ્યા હતા. હું કોઈ કપ્તાનની તુલના કરતો નથી, કારણ કે જેમ દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે, તેમ કપ્તાનીની રીત પણ અલગ અલગ હોય છે, તેમ અંતમાં ગાંગુલીએ કહ્યંy હતું.

© 2022 Saurashtra Trust