સુરતમાં પ્રેમીપંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

ઓડીસાના યુવાનને ત્યાંની સગીરા સાથે જ પ્રેમ પાંગર્યો પણ અંજામ કરુણ આવ્યો
સુરત, તા.18(ફૂલછાબ ન્યૂઝ): સુરતના લિંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકના મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકો પ્રેમી યુગલ હતું. યુવક સગીર પ્રેમિકાને વતન ઓડીશાથી ભગાડીને સુરત લઈ આવ્યો હતો અને હાલમાં બન્ને એક જ રૂમમાં સાથે રહેતા હતા.
લિંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે સુજાતા કોકન શાહુ (ઉ.14) અને સિબારામ ધોબા શાહુ (ઉ.23)ના મૃતદેહ પંખા વડે બાંધેલ રૂમાલ અને ઓઢણી સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને દરવાજો તોડીને બન્નેના મૃતહેદ નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. 
બનાવની તપાસ કરતા પીએસઆઈ એમ.એમ.ગામીતે જણાવ્યું હતું કે, બન્ને ઓડિશાના મૂળ વતની હતા અને પ્રેમ સંબંધ હતો. સિબારામ દોઢેક મહિના પહેલા વતન ગયો હતો અને ત્યાંથી પ્રેમિકાને ભગાડીને લઈ આવ્યો હતો. હાલમાં બન્ને સાથે જ રહેતા હતા. યુવકનાં માતા-િપતા નજીકમાં રહેતા હોવાથી તેને મળવા ગયા હતા. ત્યાં અંદરથી દરવાજો બંધ હતો. જેથી તેમણે બારીમાંથી જોતા બન્ને લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. હાલમાં આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આગળની તપાસ ચાલી રહી છે.

© 2022 Saurashtra Trust