સુરતમાં પોલીસની હાજરીમાં અજાણ્યા શખસોનો વકીલ પર હુમલો

રિક્ષાચાલકો પાસેથી થતા ઉઘરાણાનું લાઈવ કરી રહેલા એડવોકેટ ઉપર હપ્તાખોરોનો હુમલો
સુરત, તા.18(ફૂલછાબ ન્યુઝ): શહેરના લસકાણા ખાતે કેનાલ રોડ ઉપર આજે સવારે એડવોકેટ મેહુલ બોધરા ઉપર દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ફેસબુક લાઈવ કરતો હતો ત્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને ઉપરાછાપરી વાર કરતા લોહી લુહાણ થઈ ગયા હતા. સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા હતા.
એડવોકેટ મેહુલ બોધરા (ઉં.26) ઉપર આજે સવારે હુમલો કરવામાં આવ્યો હતો. મેહુલભાઈએ જણાવ્યું હતું કે, કેટલાક સમયથી રિક્ષામાં ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ મળી રહી હતી. આજે સવારે તેઓ કેનાલ રોડથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં દંડા રાખીને ઉઘરાણી કરતા હતા. જ્યાં ત્રણ પોલીસ કર્મીઓ અને અન્ય ત્રણ ઈસમો હાજર હતા.
તેઓ ફેસબુક લાઈવ કરતા કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભરવાડ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષામાં અવાર નવાર ઉઘરાણી કરવામાં આવતી હોવાથી બંધ કરાવવા માટે સૂચના આપી હતી.
તે સમયે વળતામાં મને પતાવી દેવાની ધમકી આપી હતી. લસકાણા પોલીસ ચોકીથી 50 મીટરના અંતરે હુમલો થયો હોવાનું જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust