ટ્રમ્પની ભારત યાત્રામાં કેન્દ્રએ ખર્ચ્યા 38 લાખ

ટ્રમ્પની ભારત યાત્રામાં કેન્દ્રએ ખર્ચ્યા 38 લાખ
વિદેશ મંત્રાલયે કેન્દ્રીય સૂચના આયોગને પહોંચાડી જાણકારી
નવી દિલ્હી, તા. 18 : વિદેશ મંત્રાલયે કેન્દ્રીય સુચના આયોગને કહ્યું છે કે કેન્દ્ર સરકારે 2020મા અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 36 કલાકની રાજકીય યાત્રા ઉપર આવાસ, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ ઉપર અંદાજીત 38 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ પહેલી ભારત યાત્રા ઉપર આવ્યા હતા. જેમાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનર અને ઘણા શિર્ષ અધિકારીઓ સાથે અમદાવાદ, આગરા અને નવી દિલ્હીનો પ્રવાસ કર્યો હતો.
ટ્રમ્પે 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં ત્રણ કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન તેઓએ 22 કિમી લાંબા રોડ શોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી અને મોટેર સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક વિશાળ સભા નમસ્તે ટ્રમ્પને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તાજમહેલ જોવા આગરા રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાત્રા કરવા તેઓ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પહોંચ્યા હતા.
 

© 2022 Saurashtra Trust