મની લોન્ડરીંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીસ આરોપી

મની લોન્ડરીંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીસ આરોપી
200 કરોડની છેતરપિંડીના કેસમાં ઈડીએ દાખલ કરેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં અભિનેત્રી સામેલ
નવી દિલ્હી, તા. 17 : મહાઠગ સુકેશ ચંદ્રશેખર સામે મની લોન્ડરીંગના કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસને પણ આરોપી બનાવવામાં આવી છે. સુકેશ ઉપર 200 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસુલીનો આરોપ છે. ઈડી દ્વારા દિલ્હીની એક કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપનામામાં અભિનેત્રીને આરોપી બનાવવામાં આવી છે. ઈડી ખંડણીના કેસમાં મની ટ્રેલની તપાસ કરી રહ્યું છે.
આ પહેલા ઈડીએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની સંપત્તિ જપ્ત કરી હતી અને પૂછપરછ પણ કરી હતી. ઈડીએ એપ્રિલ મહિનામાં પીએમએલએ હેઠળ અભિનેત્રીની સાત કરોડ રુપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઈડીએ ત્યારે એક નિવેદનમાં કહ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે બળજબરીપૂર્વક વસુલી અને અન્ય અપરાધિક ગતિવિધિઓ મારફતે થયેલી આવકમાંથી જેકલીનને 5.71 કરોડ રૂપિયાની અલગ અલગ  ગિફ્ટ આપી હતી. ચંદ્રશેખરે આ મામલે પોતાની સહયોગી અને સહ આરોપી પિંકી ઈરાનીને ગિફ્ટની સપ્લાય કરવા રાખી હતી.

© 2022 Saurashtra Trust