પેન્ટાગોનમાં ભારતને બેરોકટોક એન્ટ્રી

પેન્ટાગોનમાં ભારતને બેરોકટોક એન્ટ્રી
રાજદ્વારી મિશનના સૈન્ય વિશેષજ્ઞ બેરોકટોક પ્રવેશ કરી શકશે
વોશિંગ્ટન, તા. 17 : અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને લઈને એક મહત્ત્વની અસર જોવા મળી રહી છે. અમેરિકાનાં રક્ષા મંત્રાલયે ભારતીય અટાશે એટલે કે રાજદૂતોના રસાલા સાથે જોડાયેલી વ્યક્તિને કોઈપણ રોકટોક (અનએસ્કોર્ટ) વિના પેંટાગોનમાં જવાની મંજૂરી આપી દીધી છે. રક્ષા અટાશે સામાન્ય રીતે રાજદ્વારી મિશન સંલગ્ન એક સૈન્ય વિશેષજ્ઞ હોય છે. અમેરિકી વાયુસેનાના સેક્રેટરી ફ્રેન્ક કેન્ડાલે કહ્યું હતું કે, આ એક મોટો નિર્ણય છે. જો કોઈને એવું માની રહ્યું હોય કે પેન્ટાગનમાં પ્રવેશ સામાન્ય વાત છે તો હકીકત અલગ છે. પેન્ટાગોનમાં એસ્કોર્ટ વિના કોઈ પ્રવેશ કરી શકતું નથી.પેન્ટાગોન અમેરિકાની રક્ષાનું મહત્ત્વનું કેન્દ્ર છે.

© 2022 Saurashtra Trust