ખેડૂતોને 3 લાખ સુધીની કૃષિ લોન પર 1.5% વ્યાજ માફી

ખેડૂતોને 3 લાખ સુધીની કૃષિ લોન પર 1.5% વ્યાજ માફી
કેન્દ્રીય કેબિનેટની ભેટ:
ટૂંકા ગાળાની લોનમાં ખાસ છૂટ
નવી દિલ્હી, તા.17 : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે રાહતરૂપ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક બાદ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજનાને 4.પ લાખ કરોડથી વધારીને પ લાખ કરોડ કરવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને ટૂંકા ગાળાની કૃષિ લોન પર વ્યાજમાં 1.પ ટકાની છૂટ મળશે.
કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળા માટેની કૃષિ લોન પર 1.પ ટકાની વ્યાજ છૂટને મંજૂરી આપી છે. સરકાર ખેડૂતોને પહેલા દિવસથી જ પ્રાથમિકતા આપી રહી છે.  ખેડૂતોને ક્રેડિટ કાર્ડ પર ટૂંકા ગાળાની રૂ.3 લાખની લોન મળે છે. જેના પર 7 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. જો ખેડૂત સમયસર ભરપાઈ કરી દે તો 3 ટકાની છૂટ મળે છે. એટલે કે ખેડૂતોને માત્ર 4 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. ઠાકુરે વધુમાં જણાવ્યું કે આરબીઆઇએ બે વખત રેપોરેટમાં વધારો કર્યો છે. ખેડૂતો પર વ્યાજ દરનો બોજો ન પડે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. સરકાર ખેડૂતો વ્યાજ દરમાં દોઢ ટકાની મદદ કરશે. આ મદદ નાણાકીય વર્ષ ર0રર-ર3થી ર0ર4-રપ સુધી રહેશે. ખેડૂતોને અગાઉની જેમ જ 7 ટકાના વ્યાજે લોન મળતી રહેશે.

© 2022 Saurashtra Trust