સેરેના યુવા ખેલાડી રાડુકાનૂ સામે હારી હવે ઞજ ઓપનમાં છેલ્લી વખત રમશે

સેરેના યુવા ખેલાડી રાડુકાનૂ સામે હારી હવે ઞજ ઓપનમાં છેલ્લી વખત રમશે
મેસન, તા.17: ટેનિસને અલવિદા કહેવાનો ઇરાદો જાહેર કરી ચૂકેલી દિગ્ગજ અમેરિકી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપનના પહેલા રાઉન્ડમાં જ યુએસ ઓપન ચેમ્પિયન યુવા બ્રિટિશ ખેલાડી એમ્મા રાડુકાનૂ સામે હારી ગઈ હતી. 40 વર્ષીય સેરેના વિલિયમ્સ વિરુદ્ધ 19 વર્ષીય એમ્મા રાડુકાનૂનો 6-4 અને 6-0થી જોરદાર વિજય થયો હતો. 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના હવે યુએસ ઓપનમાં રમશે. જે કદાચ તેની આખરી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ બની રહેશે. સેરેના ગત સપ્તાહે ટોરન્ટો ઓપનમાં બેલિંડા બેચિચ સામે પણ બે સીધા સેટમાં હારી હતી.

© 2022 Saurashtra Trust