ચંદ્રકાંત પંડિત કોલકતા નાઇટ રાઇડર્સના હેડ કોચ

ચંદ્રકાંત પંડિત કોલકતા  નાઇટ રાઇડર્સના હેડ કોચ
નવી દિલ્હી, તા.17: આઇપીએલની ફ્રેંચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સે આગામી સિઝન માટે ચંદ્રકાંત પંડિતને ટીમના નવા હેડ કોચ બનાવ્યા છે. અનેક ઘરેલુ ટીમો સાથે સફળ કોચિંગ કેરિયર બનાવનાર પંડિતે હાલમાં જ તેમનાં માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશની ટીમને પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવી હતી. ચંદ્રકાંત પંડિત કોલકતા નાઇટ રાઇડર્સમાં ન્યુઝિલેન્ડના બ્રેંડન મેક્યુલમની જગ્યા લેશે. મેક્યૂલમે કેકેઆરનું કોચપદ છોડી દીધું છે. ચંદ્રકાંત પંડિત અનુભવી હોવા છતાં આઇપીએલની કોઈ ટીમના પહેલીવાર કોચ બન્યા છે. તેમણે કોચ રહેતા મુંબઈની ટીમને ત્રણ વખત, વિદર્ભની ટીમને બે વખત અને મધ્યપ્રદેશની ટીમને એકવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી છે. 60 વર્ષીય પંડિત 80ના દશકમાં ભારત તરફથી પાંચ ટેસ્ટ અને 36 વન ડે મેચ રમી ચૂક્યા છે. તે વિકેટકીપર-બેટ્સમેન હતા.

© 2022 Saurashtra Trust