એલન મસ્ક હવે રોનાલ્ડોના માલિક બનશે?

એલન મસ્ક હવે રોનાલ્ડોના માલિક બનશે?
માંચેસ્ટર યુનાઇટેડ ટીમ ખરીદવાની જાહેરાત કરી
લંડન, તા.17: વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ એલન મસ્કે મંગળવારના રોજ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક મોટી જાહેરાત કરી છે. ટેસલા કંપનીના સીઇઓ એલન મસ્કે લખ્યું કે તેઓ ફૂટબોલ ક્લબ માનચેસ્ટર યુનાઇટેડ ખરીદવા જઈ રહ્યા છે. વિશ્વનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ટીમનો હિસ્સો છે. જો કે, એલન મસ્કે આ સિવાય વધારાની કોઈ જ જાણકારી આપી નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એલન મસ્ક આ પ્રકારની ઘણી જાહેરાતો ટ્વિટર પર કરી ચૂક્યા છે. ઘણીવાર તેમની ટ્વિટ સમજની બહાર હોય છે. માટે આ ટ્વિટ પરથી પણ ચોક્કસપણે કહી ના શકાય કે તેમણે ફૂટબોલ ક્લબ ખરીદવા માટે ડીલ કરી છે કે આ માત્ર તેમની ઈચ્છા છે. ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટર યુનાઇટેડ ટીમનું સંચાલન અમેરિકન ગ્લેઝર ફેમિલી દ્વારા કરવામાં આવે છે. આ બાબતે સંસ્થા તરફથી અથવા તો એલન મસ્ક તરફથી વધારાની કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, બ્રિટિશ અખબાર ઝવય ઉફશહુ ખશrિજ્ઞિ એ એક વર્ષ પહેલા જ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો કે ગ્લેઝર ફેમિલી ક્લબ વેચવા માટે તૈયાર છે પરંતુ જો તેમને 4 બિલિયન પાઉન્ડ મળશે તો જ ડીલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિશ્વની શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ્સમાં માનચેસ્ટર યુનાઇટેડની ગણતરી કરવામાં આવે છે. આ ટીમ રેકોર્ડ 20 વાર ચેમ્પિયન રહી છે તેમજ ત્રણ વાર યુરોપિયન કપ પણ જીતી ચૂકી છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગની ગત સિઝનમાં ક્લબનો છઠ્ઠો ક્રમાંક હતો. ટોપ પ્લેયર્સને ટીમમાં સામેલ ન કરવાના ક્લબના નિર્ણયને કારણે ફેન્સમાં પણ ઘણો અસંતોષ જોવા મળ્યો હતો. આ ક્લબની માર્કેટ વેલ્યુ 2.08 બિલિયન ડોલર છે. વર્ષ 2005માં ગ્લેઝર દ્વારા 790 મિલિયન પાઉન્ડમાં આ ક્લબ ખરીદવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust