સરકારી સાઇટો હેક : ચીની ઝંડા મુકાયા; અમેરિકા સાથે
પણ ચર્ચા, સૈન્ય સહયોગ રદ
નવી દિલ્હી, તા. 6 : ચીન અને તાઇવાન વચ્ચે તાણ હવે સાયબર યુદ્ધ સુધી પહોંચી છે. ચીનના હેકર્સ દ્વારા તાઇવાનની અનેક સરકારી વેબસાઇટો હેક કરી નાખી હતી. અહેવાલો અનુસાર, તાઇવાની, વેબસાઇટો પર 10 કલાક કરતાં વધુ સમય સુધી ચીનનો ઝંડો જોવા મળ્યો હતો.
અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ ભારે ભડકેલું ચીન લગાતાર તાઇવાનને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. દરમ્યાન ચીને અમેરિકા સાથે સંરક્ષણ નીતિ સંકલન પર વાતાચીત રદ કરવાનું એલાન કરવા સાથે અમેરિકા-ચીન વચ્ચે સમુદ્રમાં સૈન્ય સહયોગ પર પણ રોક મૂકી દીધી છે. ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમારા વિરોધ છતાં પેલોસીએ તાઇવાનની મુલાકાત લીધી. ચીની વિદેશમંત્ર વાંગયીએ કહ્યું કે, અમેરિકી સ્પીકરે અમારા આંતરિક મામલામાં દાખલ કરી છે. તેમણે ‘વનમાઇના’ નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તાઇવાન જઇને અમેરિકી નેતાએ ક્ષેત્રની શાંતિ જોખમમાં નાખી છે.
બીજી તરફ તાઇવાની સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું હતું કે, મિસાઇલો તૈનાત કરી છે. ચીની હરકતો પર અમારી સતત નજર છે.
ચીનના તાઇવાન પર સાયબર હુમલા
