કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી સોનિયાનું રાજીનામું

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી સોનિયાનું રાજીનામું
રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે
નવી દિલ્હી, તા. 6 :  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની
શકે છે.
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ ફરીથી સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. રાહુલ ગાંધી હજુ
પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે. સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં નવા
અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું. એટલા માટે જ પાર્ટી અશોક ગહેલોતના નામ પર પણ વિચાર કરી રહી છે.

© 2022 Saurashtra Trust